મોરબી : મોરબીના વનાળીયા ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળા માતાના મંદિરે યજ્ઞ યોજાયો હતો. મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળા માતાના મંદિરે યજ્ઞનું આયોજનકરવામાં આવે છે. જેમાં મોરબી તેમજ આસપાસના ગામો અને ગુજરાતભરમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહે છે. વનાળીયા (શારદાનગર) મુકામે શરદપુનમ નિમિતે ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળા માતાના મંદિરે શાંતિ યજ્ઞ યોજાયો હતો. જેમાં યજમાન તરીકે રમેશભાઈ શાંતિભાઈ ભટ્ટ બેઠા હતા અને યજ્ઞમાં આચાર્ય પદે શાસ્ત્રી તેજશભાઈ ભટ્ટ, હર્ષદીપ લલિતભાઈ ભટ્ટ સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ કરવી હતી. આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ એલ. ભટૃ, જે. પી. ભટૃ, દિનેશભાઈ છોટાલાલ ભટ્ટ (મોરબી), દીપકભાઈ નાનાલાલ ભટ્ટ (વનાળીયા) સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આગામી શરદપૂનમના દિવસે યોજનારા શાંતિ યજ્ઞમાં યજમાન તરીકે મૂળ બિલિયા હાલ જામનગર નિવાસી સુરેશભાઇ અનંતરાય ભટ્ટ તેમજ મૂળ વનાળિયા અને હાલમાં રાજકોટ રહેતા કલ્પેશભાઇ રમેશભાઈ ભટ્ટ બેસવાના છે તેવું આયોજકોએ યાદીમાં જણાવ્યુ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..