ઈનવર્ટર બેટરી ચોર ગેંગ વિરુદ્ધ માળિયામાં વધુ એક ફરિયાદ નોંધાઈ મોરબી : ઈનવર્ટર બેટરીની ચોરી કરતી ગેંગ દ્વારા સુરજબારી ચેકપોસ્ટના ઈનવર્ટર અને બેટરી સહિત 2.88 લાખના મુદામાલની ચોરી કરવા મામલે માળીયા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ સુરજબારી ટોલનાકાથી માળીયા હાઇવે સુધી સેફ્વે કન્સેસન્સ ગારામોરે ટોલવે પ્રા.લીમિટેડ કંપની દ્વારા લાઇટ તથા કેમેરા તથા વી.એમ.એસ ચાલુ રાખવા માટે બેટરી તથા ઇન્વેટરો લાગાડેલ હોય જેમાંથી રૂપિયા 2.88 લાખના સાધનોની ચોરી થતા ટોલગેટના કર્મચારી ઉતમસિંઘ છોટેલાલસિંઘ રાજપુત દ્વારા ફરિયાદ નોંધાવી છે. વધુમાં ઉતમસિંઘ છોટેલાલસિંઘ રાજપુત દ્વારા બેટરી નંગ-18 કિ.રૂ.2.16 લાખ, 180AH બેટરી નંગ-૦2 કિ.રૂ.32 હજાર તથા ઇન્વેટર ESP 1450/24 નંગ-10 ની કિ.રૂ.40 હજાર સહિત કુલ રૂપીયા 2.88 લાખની ચોરી કરવા મામલે આરોપી ઉપેન્દ્રભાઇ મુરજીભાઇ સુથાર, રહે.શીકારપુર પટેલવાસ તા-ભચાઉ તા-કચ્છ, ઉમરદીનભાઇ અવેશભાઇ જીએજા, રહે. શીકારપુર રબારીવાસ તા-ભચાઉ જી-કચ્છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઈનવર્ટર અને બેટરી ચોરી મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કલમ-૩૭૯,૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..