માળીયા, મોરબી અને ટંકારા એમ ત્રણ સ્થળે બાઈક રેલીનું જિલ્લા પોલીસ દ્વારા સ્વાગત કરાશે મોરબી : રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કચ્છથી નીકળેલી બાઈક રેલીનું કાલે ગુરુવારે મોરબી જિલ્લામાં આગમન થશે. ત્યારે માળીયા, મોરબી અને ટંકારા એમ ત્રણ સ્થળે બાઈક રેલીનું જિલ્લા પોલીસ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાશે. ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે લખપત-પશ્ચિમ કચ્છથી કેવડિયા-નર્મદા સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લખપતથી નીકળેલી આ બાઈક રેલી આવતીકાલે તા.21 ને ગુરુવારે મોરબી આવી પહોંચશે. આથી મોરબી જિલ્લા પોલીસ દ્વારા આ બાઈક રેલીનું આવતીકાલે તા.21 ના રોજ સવારે 10 કલાકે માળીયા (મી)ની ગેલોપ્સ હોટલ ખાતે તેમજ બપોરે 1-30 કલાકે મોરબીના માર્કેટીંગ યાર્ડ ખાતે અને બપોરે 3 કલાકે ગ્રીન વેલી ઇન્ટરનેશન સ્કૂલ, લતીપર, ટંકારા ખાતે સ્વાગત કરાશે. આ તકે નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના સંદીપસિંહ તેમજ જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ અને એસપી એસ.આર.ઓડેદરા ઉપસ્થિત રહીને સ્વાગત કરશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..