શરદપૂનમના દિવસે રાધાએ કૃષ્ણને નૃત્યની શિક્ષા આપવાનું શરુ કર્યું હોવાની માન્યતા શ્રીમદ્દ ભાગવત અનુસાર શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સંગાથે લઘુરાસ તથા મહારાસ રચેલા હતા. આ કથા અનુસાર શરદપૂર્ણિમાની રાત્રે ભગવાન કૃષ્ણએ અદ્દભુત વેણુનાદ કર્યો. જેનાથી સંમોહિત થઇને વૃંદાવનની ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઇને ત્યાં પહોંચી ગયા. શ્રીકૃષ્ણ ગોપીઓ સૌપ્રથમ લઘુરાસ રમે છે. જેના લીધે ગોપીઓમાં અહંકાર આવી જતા ભગવાન અંતર્ધ્યાન થઇ જાય છે. આથી, ગોપીઓને વિરહ તાપનો અનુભવ તથા તેઓ ગોપીગીત ગાય છે. જેનાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થઇ ગોપીઓ સાથે મહારાસ રચે છે. ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ સંગે વ્રજમાં રાસલીલા બંસીવટ પાસે અથવા વૃંદાવનના નિધિવનમાં કરેલી હોવાની માન્યતા છે. નિધિવનમાં ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે નિત્ય રાસ રમે છે. આ કારણે રાતના સમયે નિધિવન દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને નિધિવનમાં રાતે રોકાવાની મંજૂરી આપવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે રાસલીલાએ પરમાત્મા સાથે મિલનનું પ્રતીક છે. તે રાતે શ્રીકૃષ્ણએ મહારાસ રચાવ્યો હતો. આ એક યૌગિક ક્રિયા હોય છે. જેનો ઉલ્લેખ દેવી ભાગવતમાં કરવામાં આવ્યો છે. મહારાસ દરમિયાન શ્રીકૃષ્ણની શક્તિના અંશ જ ગોપીઓનું સ્વરૂપ લઇને કૃષ્ણની આસપાસ ફરે છે. આવું કરવાની સાથે જ પ્રકૃતિમાં ઊર્જા ફેલાય છે. એટલે જ તેને મહારાસ કહેવામાં આવે છે. એક કથા મુજબ વૃંદાવનમાં શરદપૂનમની રાત્રીએ કૃષ્ણભક્તિમાં લીન તમામ ગોપીઓને સ્વરૂપાનંદનું દાન કરી રાસલીલા કરી. આ રાસલીલા દરમ્યાન પ્રભુ શ્રીકૃષ્ણએ કામદેવનો ગર્વ ઉતારી તેમના પર વિજય મેળવ્યો છે. શ્રી શુકદેવજીએ કહ્યું છે કે “શ્રીમદ્ભાગવતજીનું પ્રાણતત્વ તે શરદપૂર્ણિમાની રાત્રીએ પ્રભુએ રચેલ રાસલીલા છે”. એવી પણ માન્યતા પ્રચલિત છે કે શરદપૂનમના દિવસે રાધાજીએ ભગવાન કૃષ્ણને પોતાના શિષ્ય બનાવીને તેમને નૃત્યની શિક્ષા આપવાનું ચાલું કર્યું હતું. જમુના તટ્ટ, નિકટ બંશીબટ, શરદ રૈન ઉજિયારી, હરિ કો નાચ શીખાવત, કૃષ્ણ પ્રિયા રાધાપ્યારી. - અજ્ઞાત મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..