મોરબી : આર્ટ ઓફ લિવિંગ મોરબી દ્વારા આજે શરદપૂનમ નિમિતે રાત્રે ગુરૂ પૂજા, રાસ ગરબા તેમજ ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા આયોજિત શરદ પૂર્ણિમાની રાત્રી એ ગુરૂ પૂજા, રાસ ગરબા તેમજ શ્રી શ્રી રવિશંકરની દિવ્ય વાણીમાં ફુલ મુન મેડીટેશન (ધ્યાન)નું આયોજન રાખેલ છે. જેમાં પોલીસ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ, બેંક સ્ટાફ, ગવર્મેન્ટ સ્ટાફ, સ્કુલ સ્ટાફ, ઉદ્યોગપતિ જેમ કે સિરામીક, ઘડિયાળ તેમજ તમામ ઉદ્યોગકારોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને ટ્રેડિશનલ ડ્રેસ, બેસ્ટ એક્શનના વિજેતાઓ માટે ઇનામ રાખવામાં આવ્યા છે. આ આયોજન આજે તારીખ 20/10/'21ના રોજ શ્રી શ્રી હોલ, રાધેશ્યામ પ્રોવિઝન ઉપર, રવાપર રોડ, મોરબી ખાતે રાત્રે 9 વાગ્યે કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે યોગેશભાઈ હિરાણીનો મો. 99093 00135 પર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..