નવી ગ્રામ પંચાયતમાં મંત્રી અને આઈડી ન હોવાથી હજુ લોકોને વિવિધ કામગીરી માટે પરેશાની મોરબી : મોરબીના છેવાડાના વિસ્તારો માળીયા વનાળિયા સહિતના વિસ્તારોની તાજેતરમાં જ નવી ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે. પણ આ નવી માળીયા વનાળિયા ગ્રામ પંચાયતમાં હજુ પણ મંત્રી અને તમામ આઈડી ન ફાળવતા લોકોની પરેશાની યથાવત રહી છે.જેમાં લોકોને આવક જાવક, જાતિના પ્રમાણપત્ર, રેશનકાર્ડ માટે હજુ ધક્કા ખાવા પડે છે. આથી નવી માળીયા વનાળિયા ગ્રામ પંચાયતમાં મંત્રીની નિમણુંક કરવા અને તમામ આઈડી ફાળવવાની માંગ ઉઠી છે. મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જલાભાઈ ડાભી અને શક્તિ માનવ સેવા સમાજ મંડળ ટ્રસ્ટે જિલ્લા ચૂંટણી અધિકારીને રજુઆત કરી છે કે, અગાઉ ત્રાજપર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મોરબીના ઓજી વિસ્તાર ગણાતા માળીયા- વનાળિયા સહિતના વિસ્તારોની તાજેતરમાં સરકાર દ્વારા નવી ગ્રામ પંચાયત મંજૂર કરવામાં આવી હતી સને આ નવી માળીયા વનાળિયા ગ્રામ પંચાયતમાં વહીવટીદાર મુકાયા છે. પણ હજુ સુધી આ નવી ગ્રામ પંચાયતના મંત્રીની નિમણુંક કરવામાં આવી નથી. તેથી લોકોને આવક, જાતિના પ્રમાણપત્ર, જન્મ મરણ, લગ્નની નોંધણી, રેશનકાર્ડ, લાઈટ બિલ, પાણી બિલ સહિતના કામો માટે હજુ પણ જિલ્લા કે તાલુકા કક્ષાએ જવું પડતું હોય આ ગ્રામ.પંચાયતમાં મંત્રીની નિમણુંક કરવા તેંમજ તમામ આઇડી ફાળવવાની માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..