રોડના કામ દરમિયાન ઘોર બેદરકારી દાખવી કુંડી ખુલ્લી છોડી દેવાતા જોખમી બની મોરબી : મોરબીના શનાળા ગામ પાસે રોડના કામ દરમિયાન ઘોર બેદરકારી દાખવી ભૂગર્ભ ગટરની કુંડી ખુલ્લી છોડી દેવાતા જોખમી બની છે અને આ ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી મોતના કુવા સમાન પુરવાર થાય એવી દહેશત ઉભી થઇ છે. તેથી તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબીના શકત શનાળા ગામમાં રોડના કામ દરમિયાન ઘોર બેદરકારી દાખવી ગટરની કુંડી ખુલી રાખી દેવાતા લોકોના જીવ ઉપર જોખમ ઉભું થયું છે. શનાળા પાસે રોડની કામગીરી હાથ ધરાઈ છે. તે દરમિયાન ભૂગર્ભ ગટરની કુંડીને ઢાંકવાને બદલે ખુલ્લી જ રાખી દેવામાં આવી છે. રોડ ઉપર રહેલી ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં કોઈપણ વ્યક્તિ ખાબકે એવી ભીતિ સેવાઇ રહી છે. વાહન ચાલકો આ કુંડીમાં પડી જાય એવી સતત દહેશત હોવાથી વ્હેલાસર સંબધિત તંત્ર આ ખુલ્લી ભૂગર્ભની કુંડી ઉપર ઢાંકણું મુકવાની કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..