સમર્પણ હોસ્પિટલ નજીકની ઘટનામાં એક જ વિસ્તારમાં રહેતા બે યુવાનો વચ્ચે ઝઘડો મોરબી : મોરબી સમર્પણ હોસ્પીટલ નજીક ભક્તિનગર સોસાયટીમાં રહેતા યુવાનની ઓવરટેક કરી પ્રવિણ ઉર્ફે પ્રેમજીએ ગાળા ગાળી કરતા જયેશભાઈએ ગાળો નહિ બોલવાનું કહેતા પ્રેમજીએ ઢીકા પાટુનો માર મારી મોટર સાયકલની ટાંકીમાં પથ્થરના ઘા ઝીકી નુકશાન પહોંચાડતા ફરિયાદ નોંધાઈ છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજે સમર્પણ હોસ્પીટલ પાછળ,ભક્તીનગર સોસાયટી,શેરી નં.૨માં રહેતા અને મજૂરીકામ કરતા જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે આજ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ ઉર્ફે પ્રેમજીભાઈ ગોરાભાઈ પરમારે તેમની સાઈડ કાપી ગાળો ભાંડી હતી. જેથી જયેશભાઈએ પ્રેમજીને ગાળો બોલવાની ના પાડતા આરોપી પ્રવિણ ઉર્ફે પ્રેમજી ઉશ્કેરાયો હતો અને જયેશભાઈને ઢીકાપાટુનો માર મારી પથ્થર ઉપાડી ઘા કરી મોટર સાયકલમા નુકશાન કરતા જયેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ-૩૨૩,૫૦૪,૪૨૭ તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી પ્રવિણ ઉર્ફે પ્રેમજીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..