ભોગ બનનાર યુવાનની જામનગર રહેતી મંગેતર સાથે ફોનમાં વાતો કરતા રાજકોટના બે શખ્સોનું પરાક્રમ : પોલીસ ફરિયાદ મોરબી : મોરબીમાં રહી સિરામીક ઇન્સ્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ જામજોધપુરના વતની પટેલ યુવાનનું રાજકોટના બે શખ્સોએ છરીની અણીએ એક્ટિવા મોટર સાયકલ ઉપર અપહરણ કરતા પરિવારજનોએ પોલીસને ત્વરિત જાણ કરતા પોલીસે યુવાનને ગણતરીની ઘડીમાં અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી રાજકોટના બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ જામજોધપુર ગામના વતની અને હાલમાં મોરબી ખાતે નિત્યાનંદ સોસાયટી મહાવીર સોસાયટી શેરી નં-૦૩માં ભાડાના મકાનમાં ભાઈ ભાભી સાથે રહેતા હેમેનભાઈ પ્રવીણભાઈ પરસાણીયાની સગાઈ જામનગર થઈ હોય તેમની મંગેતર સાથે આરોપી પ્રેમ કરતો હોય અને ફોનમાં વાતો કરતો હોય રાજકોટના સાહિલ સંધી અને જાવેદ નામના શખ્સો ગઈકાલે અચાનક હેમેનભાઈના ઘરે આવી ચડ્યા હતા. બાદમાં રાજકોટના સાહિલ સંધી અને જાવેદ નામના બન્ને શખ્સોએ માથાકૂટ કરી હેમેનભાઈનું છરી બતાવી એક્ટિવા મોટર સાયકલમાં અપહરણ કરી લઈ ગયા હતા અને હેમેનભાઈની મુક્તિ માટે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. બીજી તરફ આ ગંભીર બનાવ મામલે હેમનેભાઈના ભાભી દિપ્તીબેન સ્વાધીનભાઇ પરસાણીયાએ બી ડિવિઝન પોલીસને ત્વરિત જાણ કરતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આરોપીની ચુંગાલમાંથી હેમનેભાઈને ગણતરીની કલાકોમાં જ મુક્ત કરાવ્યા હતા. આ ગંભીર બનાવ મામલે હેમેનભાઈ પરસાણીયાના ભાભી દીપતિબેને બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સાહિલ સંધી અને જાવીદ નામના રાજકોટના બન્ને ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ આઇ.પી.સી કલમ-૩૬૫ ૩૮૭ ૪૪૭ ૧૧૪ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને હાલમાં પીએસઆઇ એલ.એન.વાઢીયા તપાસ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..