મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે એસ્સાર પેટ્રોલ પમ્પ પાછળ રહેણાંક મકાનમાંથી રમેશ ઉર્ફે ધારો નામના શખ્સની દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે એસ્સાર પંપની પાછળ ભરવાડ સમાજની વાડીની સામે આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઇ ટીંડાણી, ઉવ-૨૦ વાળાને દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઇ દારૂનો આથો, દેશી દારૂ, એલ્યુમીનીયમ બકડીયા, પાટલી નળી સહિત કુલ કિ.રૂ-૨૨૦નો મુદામાલ ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..