200 લીટર દારૂના આથા સહિતનો મુદ્દામાલ કબ્જે લેવાયો વાંકાનેર : વાંકાનેરના વિડી જાબુંડિયા ગામે રઘાભાઈની વાડીમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે વીડી જામ્બુડીયા ગામ પાસે આવેલ રધાભાઇ રાણાભાઇ કોલાદ્રાની વાડીમાં દરોડો પાડી દેશી દારૂ લીટર - 25 કિ.રૂ.500, દેશીદારૂ બનાવવાનો ગરમ આથો લીટર-200 કિ.રૂ.400 તથા ભઠ્ઠી ગાળવાના સાધનો કિ.રૂ-200મળી કુલ રૂ.1100ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈ પ્રોહી એકટ કલમ- ૬૫,બી,સી,ડી,ઇ,એફ મુજબ ગુન્હો નોંધી આરોપીના કોરોના ટેસ્ટ બાદ અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..