અન્ય એક બનાવમાં વીસીપરામાં જુગાર રમતા ચાર ઝડપાયા મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે મોરબીના રવાપર ગામે નીતીનપાર્કમાં જુગારધામ ઝડપી લીધું હતી અને જુગાર રમતા 6 આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક બનાવમાં બી ડિવિઝન પોલીસે વીસીપરામાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફ ગઈકાલે મોરબીના રવાપરમાં નીતીનપાર્કમાં આવેલા ફ્લેટમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે ત્યાં ત્રાટક્યો હતો. પોલીસે આ સ્થળે જુગાર રમતા આરોપીઓ મનોજભાઈ પટેલ, વિનોંદભાઈ દેત્રોજા, ધર્મેશભાઈ વાસાણી, દીપકભાઈ વાધડીયા, રોહીતભાઈ બરાસરા, વિપુલભાઈ દઢાણીયાને રોકડા રૂ.૧૨૭૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના વીસીપરામાં આવેલ ગર્લ્સ સ્કુલની સામે દફતરી સાહેબના દવાખાના પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા આરોપીઓ કૈલાશભાઇ મંદરીયા, અમીતભાઇ કુરીયા, બટુકભાઇ જંજવાડીયા, કિશોરભાઇ મોરવાડીયાને રોકડા રૂપીયા ૧૭૨૦ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..