મોરબીના અમરેલી ગામે વાડી વિસ્તારમાં બનેલી કરુણ ઘટના મોરબી : મોરબીના અમરેલી ગામે વાડી વિસ્તારમાં સાપ કરડી જતા યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કરુણ બનાવથી હતભાગી યુવતીના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરેલી ગામે રહેતી મનીષાબેન મોહનભાઇ વ્યાસ (ઉવ.૧૮) નામની યુવતી ગત તા.૫ ના રોજ અમરેલી ગામે સીમ વિસ્તારમાં આવેલ હેમંતભાઇની વાડીએ હતી. ત્યારે સાપ કરડી જતા તેણીને પ્રથમ સારવાર અર્થે મોરબી બાદ વધૂ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..