આરોપીઓએ બંધ પડેલ સબવેય સિરામીક વોલટાઇલ્સ યુનિટમાંથી 18 એસી ડ્રાઇવ ચોરી હતી મોરબી : મોરબી તાલુકા પોલીસે સિરામીક ફેકટરીમાં ઉપયોગમાં લેવાતી કિંમતી ઇલેક્ટ્રિક એસી ડ્રાઇવના જંગી જથ્થા સાથે કુલ પાંચ આરોપીઓને દબોચી લીધા બાદ આ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર લાલપર ગામની સીમમાં સબવેય સીરામીક નામનું કારખાનું ધરાવતા બીપીનકુમાર ભુદરભાઇ વિઠલાપરાએ તેમના બંધ કારખાનમાંથી 18 ઇલેક્ટ્રિક એસી ડ્રાઇવ કિંમત રૂપિયા 90 હજારની ચોરી મામલે ફરિયાદ નોંધાવી છે. વધુમાં ફરિયાદી બીપીનભાઈ બેંગ્લોર ગયા હોય ત્યાંથી આવ્યા બાદ ચોરીના બનવા અંગે મીડિયામાં સમાચાર વાંચતા પોતાને ત્યાં ચોરીનો બનાવ બન્યો હોય જોગુભાઇ અકરમભાઇ બારીયા, રાકેશભાઇ જાનુભાઇ ખોખર, ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા, જાવીદભાઇ ગનીભાઇ ઘોણીયા અને મહમદઅલી ગુલામહુશેન કચ્છી વિરુદ્ધ 90 હજારની ઇલેક્ટ્રિક એસી ડ્રાઇવ ચોરાવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય વિરુદ્ધ આઈપીસી કલમ ૩૮૦,૪૫૪,૪૫૭,૪૧૧,૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી અટકાયત કરવા કાર્યવાહી શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..