મોરબીના બગથળા ગામે પરચુરણ સહિત 40,350ની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે પ્લાસ્ટિક ફેકટરી નજીક આવેલી કરિયાણાની દુકાનમાંથી તસ્કરો તેલની બોટલો અને જુદી જુદી બ્રાન્ડની સિગારેટની ચોરી કરી લઈ જતા અઠવાડિયા પૂર્વેના બનાવમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બગથળા બિલીયા ગામ વચ્ચે આવેલ શન માર્ક પોલીપેક નામના કારખાના પાસે રવરાય પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા અને બગથળા ગામે મોચી શેરીમાં રહેતા સુરેશભાઈ મુળજીભાઈ સાંણદિયાની દુકાનમાંથી કોઈ તસ્કરો તા.૦૯થી તા:-૧૦ના અરસામાં શટરના તાળા તોડી દુકાનમાંથી તેલની મોટી બોટલ નંગ-૨૦, નાની બોટલ નંગ-૩૦, અલગ-અલગ બ્રાંડની સિગરેટ, પરચુરણ પૈસાના સિક્કા કિ.૧૫૦૦ સહિત કુલ રૂપિયા ૪૦,૩૫૦ની ચોરી કરી ગયા હતા. આ ઘટના અંગે સુરેશભાઈ મુળજીભાઈ સાંણદિયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઈપીસી કલમ. ૩૮૦,૪૫૭.મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..