મોરબી : મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ દ્વારા મહંતના પાર્થિવ દેહના હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર તેમજ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવે છે. ત્યારે તાજેતરમા જુની આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ ખોડીયાર આશ્રમના મહંત મોક્ષ પામ્યા હતા. તેમના પરિવારજનોમા કોઈ ન હોય. આથી, મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, રાજુભાઈ કોળી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝભાઈ, નાનજીભાઈ સોલંકી સહીતના આગેવાનો દ્વારા હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ મહંતના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા અંતિમ યાત્રા બસ તેમજ વૈકુંઠ રથ સેવા સમાજના દરેક વર્ગને વર્ષોથી વિનામુલ્યે પ્રદાન કરવામા આવી રહી છે. અંતિમ યાત્રા બસ, વૈકુંઠ રથ સેવા કે બિનવારસી મૃતદેહના શાસ્ત્રોક્ત વિધી મુજબ અંતિમ સંસ્કાર માટે હીતેશભાઈ જાની-મો.૯૮૨૫૩ ૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-૯૦૯૯૬ ૦૦૦૮૧ પર સંપર્ક કરવાનો રહેશે. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..