તમામ સ્પર્ધામાં રેન્ક સાથે વિદ્યાર્થીઓએ મેદાન માર્યું મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મોડેલ સ્કુલ મુકામે વક્તૃત્વ , નિબંધ , ચિત્રકલા અને કાવ્યગાન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયના આઠેય વિદ્યાર્થીઓએ પ્રથમ કે બીજો નંબર મેળવી ડંકો વગાડી દીધો હતો. શાળાના વિદ્યાર્થીઓ ઝેઝરિયા કિરણ સબ જુનિયર વકતૃત્વ સ્પર્ધામાં અને ગોહિલ ભૂમિકાબેને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે જુનિયર સ્પર્ધામાં વક્તૃત્વ મા સોલંકી જિજ્ઞાસાએ, નિબંધ લેખનમાં પરહાડિયા લિંબાભાઈએ કાવ્યજ્ઞાનમાં સોરિયા રત્નાભાઈએ અને સબ જુનિયર કાવ્ય ગાનમાં બજાણિયા અંજલિબેને , ચિત્રમા ઝાલા ધ્રુવરાજે બીજો નંબર મેળવ્યો હતો.જ્યારે ગાંધીનગર ના ‘ ગીર’ ફાઉન્ડેશન દ્વારા વન્ય જીવ સંરક્ષણ વિષય પર યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં સોનગ્રા કૃપાલી અને ધારિયાપરમાર ચંદ્રેશે પ્રથમ નંબર મેળવ્યો હતો. આ તકે શાળાના મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશ પટેલે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. એક્ટિવીટી ટીચર જયંતિ મારુનિયા સર અને રાઠોડ આશિષ સરે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..