વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામની સીમમાં રાજકોટથી જુગાર રમવા આવેલ એક મહિલા સહિત આઠ આરોપીઓને પોલીસે રોકડા રૂપિયા 49,500 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે આરોપી હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ જુગારના સાધનો પુરા પાડી જુગાર કલબ ચલાવતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વાડીની ઓરડીમાંથી હકાભાઇ લીંબાભાઇ ચૌહાણ, રહે.ધીયાવડ, અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા, રહે.રાજકોટ, રેલનગર અમૃત-ર સનરાઇઝ સ્કુલની બાજુમાં, જીજ્ઞેશભાઇ ખીમજીભાઇ વાવડીયા, રહે.રાજકોટ કોઠારીયા રોડ, ઘનશ્યામનગર, અજયભાઇ મનસુખભાઇ સોંલકી, રહે.રાજકોટ કોઠારીયા રોડ,ઘનશ્યામ નગર, નીલેશભાઇ જગદીશભાઇ દાણીધારીયા, રહે.રાજકોટ કોઠારીયા રોડ,રાધેશ્યામ સોસાયટી, રાજુભાઇ ગોબરભાઇ ખસીયા, રહે.રાજકોટ સહકાર મેઇન રોડ મેઘાણી નગર બંધ શેરી, ચીરાગભાઇ દીલીપભાઇ વ્યાસ, રહે.રાજકોટ, ગાંધીગ્રામ,લાખના બંગલા નજીક અને ભકિતબેન જેન્તીલાલ રાજગોર, રહે.છત્રપાલ શીવાજી ટાઉનશીપ રેલનગર, રાજકોટ વાળી જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે વાડીની ઓરડીમાં પાડેલા દરોડા દરમિયાન આઠેય આરોપીઓ પાસેથી કુલ મળી રોકડા રૂપિયા 49,500 મળી આવતા પોલીસે આઠેય વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..