જિલ્લામાં આજે માત્ર 975 લોકોને વેકસીન અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે શનિવારે 152 સ્થળો ઉપર વેકસીનેશન કેમ્પ યોજવામાં આવનાર છે. જેના માટે 17340 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ કેમ્પમાં બાકી હોય તેવા નાગરિકોને વેકસીન લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરીને તેજ બનાવવામાં આવ્યા બાદ આજે બ્રેક લાગી હતી. આજે જિલ્લામાં 45થી વધુ ઉપરના 223 લોકો, 18થી 44 વયના 738 લોકો તથા ખાનગી હોસ્પિટલમાં 14 લોકોને મળી કુલ 975 લોકોને વેકસીન આપવામાં આવી હતી. હવે આવતીકાલે શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા 152 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે 17340 ડોઝ ફાળવવામાં આવ્યા છે.