મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા આજે દશેરાના પર્વ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી.રામાવત, હિતેશભાઈ જાની, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, હસુભાઈ પંડિત, દીનેશભાઈ પારેખ, દીનેશ સોલંકી, અમિત પોપટ, જીતુભાઈ કોટક તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ ના પ્રભુભાઈ નકુમ, વસંતભાઈ પરમાર, ગોપાલભાઈ નકુમ, ઈશ્વરભાઈ કંઝારીયા સહીત ના અગ્રણીઓ એ ઉપસ્થિત રહી શસ્ત્રપુજન કર્યુ હતુ. તેમ નિર્મિત કક્કડ- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને પ્રભુભાઈ નકુમ-જય મહાકાલ સતવારા મિત્ર મંડળની યાદીમાં જણાવાયું છે.