અનેક રજુઆત કરવા છતાં તંત્રની ઊંઘ ન ઉડતા ગંદકીથી રોગચાળાનું જોખમ મોરબી : મોરબીના રણછોડનગર વિસ્તારમાં ઉભરાતી ગટરની ગંદકીએ માજા મૂકી છે.ગટરની ગંદકીથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે અનેક રજુઆત કરવા છતાં તંત્રની ઊંઘ ન ઉડતા ગંદકીથી રોગચાળાનું જોખમ ઉભું થયું છે. મોરબીના રણછોડનગર વિસ્તારમાં બંસી પાનવાળી ગલી અમૃત પાર્ક શેરી નંબર-5 માં એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં નગરપાલિકાના સફાઈ કામદારો ભૂગર્ભ ગટરની સફાઈ કરવા આવતા જ ન હોવાથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ છે. પરિણામે ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થઈ રહી છે અને નદીના વહેણની જેમ આ શેરીમાં ગટરના ગંદા પાણી વહે છે. જો કે આ બાબતે રજુઆત કરવા છતાં પણ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ગટરની ગંદકીથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે.આથી વહેલાસર તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..