હળવદ : હળવદ શહેરમાં આવેલ ખેતી બેંકની શાખાના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ધીરુભા ઝાલા અને ઘનશ્યામભાઈ ગોહિલની આગેવાનીમાં હળવદ ખેતી બેન્કના ચેરમેનપદે તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ભરતભાઇ દલવાડીની વરણી કરવામાં આવી છે જ્યારે વાઈસ ચેરમેન પદે સુરેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. હળવદ ખેતી બેન્કના નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને હળવદ શહેર ભાજપના હોદ્દેદારો અને ગ્રામ્ય ભાજપના હોદ્દેદારો સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક કે જે ખેતી બેન્કના નામથી ઓળખાય છે અને રાજ્યના ખેડૂતોને લાંબાગાળાનું ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી સંસ્થા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..