સગીરાને ઉઠાવી જનાર હળવદનો શખ્સ મકનસરની સીમમાં વાડીએ કામે લાગી ગયો હતો મોરબી : ચારેક માસ પૂર્વે મોરબી તાલુકાની સગીરનું અપહરણ કરી જનાર શખ્સને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે મકનસર ગામની સીમમાંથી ઝડપી ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને સોંપ્યો હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર મહીના પૂર્વે સગીરનું અપહરણ કરવા મામલે નોંધાયેલ ફરિયાદ અનુસંધાને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સગીરાને ઉઠાવી જનાર આરોપી કાળુભાઇ લાભુભાઇ ધામેચા કોળી ઉવ.રર રહે. રહે. ભવાનીનગર, લાંબીદેરી, હળવદ વાળો મકનસર ગામની સીમમાં લાભુભાઇ લાલજીભાઇ અગોલાની વાડીએ હોવાની બાતમી મળતા ટીમે આરોપી તથા ભોગ બનનારને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ હતા. આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, એ.એસ.આઇ. રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, પો.હેડકોન્સ. દશરથસિંહ ચાવડા, ફુલીબેન તરાર, પો.કોન્સ. નંદલાલ વરમોરા અને અશોકસિંહ ચુડાસમા દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.