મોરબી : મોરબીની સરકારી શાળાના શિક્ષક અને તેના ધર્મપત્નીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. મોરબી તાલુકાની પોલીસ લાઈન કન્યા શાળામાં શિક્ષક તરીકે ફટાણીયા અનિલકુમાર અમૃતલાલ અને તેમના ધર્મપત્ની વેગડ સોનલ જયંતિલાલ થોરાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. શિક્ષક અનિલ ફટાણીયા પછાત વિસ્તારમાં આવેલ પોલીસ લાઈન કન્યા શાળામાં નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. અને કોરોના કાળમાં સતત વાલીઓની રૂબરૂ મુલાકાત કરી, ઓનલાઈન ક્લાસ અને શેરી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને આજ દિન સુધી શિક્ષણ આપી રહ્યા છે. તેમની પ્રસંશનીય કામગીરીની નોંધ લઇને ગત 15 ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ગત પાંચમી સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેઓના ધર્મપત્ની વેગડ સોનલબેન થોરાળા પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને અવનવી પ્રવૃત્તિઓ કરાવવી તેમનો શોખ છે. તેઓ વિદ્યાર્થીઓને વિષય અને એકમને અનુરૂપ પ્રોજેક્ટ, ચાર્ટસ જેવા કાર્યો કરાવે છે. તેમણે અત્યાર સુધી એક હજારથી વધુ ટી.એલ.એમ.નું નિર્માણ કર્યું છે. કોરોના કાળમાં વાલીઓનો સંપર્ક કરી, વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ અને મોજીલું ફળિયા શિક્ષણ આપી હજુ સુધી શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું છે. તેમની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઈને તેમને ગત 15મી ઓગસ્ટના રોજ પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં, આ શિક્ષક દંપતીની શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઇ ગત તારીખ 10ના રોજ ગાંધીનગર ભારત માતા મંદિર ખાતે બાળરક્ષક પ્રતિષ્ઠાન - મહારાષ્ટ્ર દ્વારા શિક્ષક દંપનીને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ નાયબ નિયામક આર. સી. રાવલના હસ્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..