આગામી દશેરા, દિવાળી અને ઇદ સહિતના તહેવારોને કોમી એખલાસભેર ઉજવવા અંગે ચર્ચા વિચારણા કરાઈ મોરબી : મોરબીના એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી તહેવારોને ધ્યાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં આગામી દશેરા, દિવાળી અને ઇદ સહિતના તહેવારોને કોમી એખલાસભેર ઉજવવા અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. મોરબી એ ડિવિઝન પોલીસ મથકે પીઆઇ જે.એમ.આલના અધ્યક્ષસ્થાને ગઈકાલે મોડી સાંજે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી દિવસમો આવી રહેલા દશેરા, દિવાળી અને ઇદ જેવા પવિત્ર તહેવારોને કોમી એખલાસ રીતે મનાવવાનું નક્કી થયું હતું અને તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ ખડેપગે રહેશે તેવું જણાવાયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..