મોરબીના ભડીયાદ ગામે રામાપીરના ઢોરે પાણીના ટાંકા પાસે મારામારીની ઘટનામાં બે સામે ફરિયાદ મોરબી : મોરબીના ભડીયાદ ગામે રામાપીરના ઢોરે પાણીના ટાંકા પાસે કેમ દેખાતુ નથી તેમ કહેતા યુવાન ઉપર છરીથી ખૂની હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને બે શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાજુભાઈ સાયબભાઈ ખાન (ઉ.વ. ૪૧ ધંધો – મજૂરી રહે, હાલ ઓપેરા કારખાનાની ઓરડીમાં ભડીયાદ ગામ , રામાપીરના ઢોરા સામે તા.જી.મોરબી) એ જયુભા તથા લાલાભાઇ (રહે.બન્ને ભડીયાદ રામાપીરના ઢોરે તા.જી.મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૧ ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યના અરસામાં ભડીયાદ ગામે રામપિરના ઢોરે પાણીના ટાંકા પાસે ફરીયાદી સાથે આરોપી જયુભા ભટકાતા ફરીયાદીએ કહેલ કે કેમ દેખાતુ નથી તેમ કહેતા આરોપી જયુભાએ ફરીયાદીને ગાળો આપી બે ત્રણ ઝાપટ મારેલ તે દરમ્યાન બીજા આરોપી લાલાભાઇ આવી પોતાના નેફામાંથી છરી કાઢી ફરીયાદીને પેટના ભાગે ડાબીબાજુ છરીનો ઘા મારી આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરી ફરીયાદીને છરી વડે પેટના ભાગે ગંભીર ઇજા કરી હતી.આ બનાવની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..