મોરબી : મોરબી નજીક મચ્છુ નદીમાં ડૂબી જવાથી માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. મચ્છુ નદીમાં બાળકીના અકસ્માતે મોતથી શ્રમજીવી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૨માં આવેલનઝરબાગ ફાટકની પાસે રહેતા શ્રમિક પીન્ટુભાઇ ભીખુભાઇ ચુવાળીયાની આશરે ૫ થી ૬ માસની પુત્રી આરતીબેન પીન્ટુભાઇ ચુવાળીયાનું ગઈકાલે તેના ઘર નજીક પસાર થતી મચ્છુ નદીના પાણીમાં ડુબી જતા કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ બી ડિવિઝનના પો.હેડ કોન્સ.જે.એમ.જાડેજા ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..