મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોટર સાયકલ ચોરવાની ઘટના સમયે પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો વધુ એક કિસ્સો ઉજાગર થયો છે જેમાં થાનમાં પકડાયેલા બાઈક ચોર વિરુદ્ધ વધુ ત્રણ મોટર સાયકલ ચોરાવા અંગે ફરિયાદ નોંધાઈ છે. થાન પોલીસે 16 ચોરાવ મોટર સાયકલ સાથે બાઈકચોર ગેંગને ઝડપી લેતા મોરબીમાં ફરિયાદો નોંધવાનો સિલસિલો ચાલુ થયો છે જેમાં લાલપરમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના સુનીલકુમાર અભિમન્યુભાઇ સૈનીએ પોતાના તેમજ અન્ય બે સાહેદને મોટર સાયકલ ચોરાવા અંગે આરોપી ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી, વિકાશભાઈ ભરતભાઈ પનારા, રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા વિરુદ્ધ રૂ.90 હજારની કિંમતના ત્રણ મોટર સાયકલ અલગ - અલગ જગ્યાએથી ચોરી જવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં IPC કલમ- ૩૭૯,૧૧૪ મુજબ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી બે આરોપીઓને અટકાયતમાં લીધા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..