લક્ષ્મીનગર પાસે ટીબંડીના પાટિયા નજીક ખાડામાં ફસાયેલા ટ્રકને ક્રેઇનની મદદથી બહાર કઢાયો મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર ચોમાસામાં દરમિયાન પડેલા મસમોટા ખાડા જોખમી બન્યા છે જેમાં ગતરાત્રે હાઇવે ઉપર લક્ષ્મીનગર પાસે ટીબંડીના પાટિયા નજીક ખાડામાં એક ટ્રક ખાબક્યો હતો.જો કે બાદમાં એ ટ્રકને ક્રેઇનની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર લક્ષ્મીનગર પાસે ટીબંડીના પાટિયા નજીક ખાડામાં ગતરાત્રે એક ટ્રક ખાબક્યો હતો.જો કે આ સ્થળે જમવા માટે ટ્રક સાઈડમાં ઉતારતી વખતે રોડ પરનો ખાડો અંધારામાં ન દેખાતા આ ઘટના બની હતી. જો કે સદનસીબે જાનહાની થઈ ન હતી.પરંતુ ખાડામાં ફસાયેલા ટ્રકને ક્રેઇનની મદદથી મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે હાઇવે ઉપર ઠેરઠેર મસમોટા ગાબડા પડી ગયા છે જેને કારણે વારંવાર આવી અકસ્માતની ઘટના બને છે તેથી સંબધિત તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..