વાંકાનેરના ઠીકરીયાળા ગામેં મારામારીના બનાવમાં એક સામે ફરિયાદ વાંકાનેર : વાંકાનેરના ઠીકરીયાળા ગામેં ગાળો બોલવાના પ્રશ્ને થયેલા ઝઘડામાં પિતાને છોડાવવા વચ્ચે પડેલા પુત્રને એક શખ્સે પાઇપ ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિજયભાઇ જીવાભાઇ ગોહીલ (ઉ.વ. ૩૩ ધંધો મજુરી રહે. ઠીકરીયાળા તા. વાંકાનેર) એ આરોપી માલાભાઇ છનાભાઇ પાંચલ (રહે હાલ. નવા જાંબુડીયા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦ ના રોજ સવારના આઠેક વાગ્યે વાંકાનેરના ઠીકરીયાળા ગામેં આરોપી ફરીયાદીના બાપુજી સાથે માથાકુટ ઝગડો કરતા હોય તથા ગાળો બોલતા હોય દરમ્યાન ફરીયાદી પોતાના બાપુજીને છોડાવવા વચ્ચે પડતા આ કામના આરોપીએ ફરીને ડાબા હાથની કોણીમા પાઇપનો ધા મારી ઇજા કરી હતી.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..