બી ડિવિઝન પોલીસે બહારથી છોકરીઓ બોલાવી આપતા સંચાલક મહિલા પુરુષને અટકાયતમાં લઈ રૂ.52 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી શહેરમાં સ્પાની આડમાં ચાલતા છાનગપતીયા ઉપર પોલીસે કરેલી કાર્યવાહી બાદ અહીંના સિરામીક સિટીના ફ્લેટમાં મહિલા અને પુરુષ દ્વારા બહારથી છોકરીઓ બોલાવી કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે ડમી ગ્રાહક મોકલી ગોરખધંધાનો પર્દાફાશ કરી કૂટણખાના સંચાલક મહિલા અને પુરુષને ગિરફતમાં લઈ રૂ.52 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ મામલે બિન ડિવિઝન પીઆઇ વી.એલ.પટેલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જાણવા મળતી વિગતો મુજબ એસઓજી ટીમને સિરામીક સિટીના ફ્લેટમાં બહારથી છોકરીઓ બોલાવી રાજેશભાઇ સવજીભાઇ કુગશીયા, રહે- એપાર્ટમેન્ટ નં - ઇ-૩ ફ્લેટ-નં-૬૦૨ સીરામીક સીટી મોરબી-૨ મુળરહે- ખરેડા તથા જયશ્રીબેન ચંદુભાઇ ચાવડા, ઉવ-૩૬ રહે- એપાર્ટમેન્ટ નં-ઇ-૩ ફ્લેટ-નં-૬૦૨ સીરામીક સીટી મોરબી-૨ મુળરહે- ખરેડા વાળી કૂટણખાનું ચલાવતા હોવાની બાતમી મળતા ડમી ગ્રાહક મોકલી આ ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. વધુમાં આ મામલે એસઓજી હેડ કોન્સ્ટેબલ શેખાભાઈ સગરામભાઈ મોરબીએ બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શ૮ન એકટની ૧૯૫૬ ની કલમ ૩(૧),૫(૧)(ડી),૬(૧)(બી),૪ મુજબ ગુન્હો નોંધાવ્યો છે. પોલીસે કૂટણખાનાના સંચાલકોના કબ્જામાંથી રોકડ રૂ.39 હજાર, મોબાઇલ નંગ-૩ કી.રૂ.13000, કોન્ડમ, ખાલી કોન્ડમના પેકેટ - મળી કુલ રૂ. 52હજારનો મુદામાલ કબ્જે કર્યો છે અને બનાવ અંગે બી.ડિવિઝન પીઆઇ વી. એલ.પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..