વાંકાનેર : વાંકાનેર તાલુકાના પલાસ ગામે મોટરસાયકલમાં દારૂની હેરફેર કરતા રાજકોટના રણજિત નામના શખ્સને પોલીસે મેકડોવેલ નંબરવનની 12 બોટલ સહિત રૂપિયા 19,500ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પલાસ ગામનીચોકડીપાસે શંકાસ્પદ હીલ ચાલ સાથે મોટરસાયકલ ઉપર નીકળેલા રાજકોટ આરટીઓ કચેરી પાછળ રહેતા રણજીતભાઇ ઉર્ફે જયંતીભાઇ દાનાભાઇ ઓળકીયાને અટકાવી તલાસી લેતા રણજિતભાઈના કબ્જામાંથી 12 બોટલ મેકડોવેલ નંબર વન દારૂ કિંમત રૂપિયા 4500 મળી આવતા પોલીસે મોટરસાયકલ કિંમત રૂપિયા 15000 સહિત કુલ 19500નો મુદામાલ કબ્જે કર્યો છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રણજીતભાઇ વિરુદ્ધ પ્રોહી.કલમ.૬૫(એ)(એ),૧૧૬(બી),૮૧,૯૮(ર) મુજબ ગુન્હો દાખલ કર્યો છે અને વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એચ.જાડેજા ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..