ન્યુસન્સ પોઇન્ટ દૂર થતા પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસરનો આભાર માનતા દાઉદી પ્લોટના રહેવાસીઓ મોરબી : મોરબીના વોર્ડ નંબર-7 આવેલા દાઉદી પ્લોટ વિસ્તારમાં વર્ષોથી ભયકર ગંદકીની સમસ્યા હતી.જેમાં ખાસ કરીને આ વિસ્તારમાં ન્યુસન્સ પોઇન્ટ હોવાથી ગંદકીને લીધે આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આથી સ્થાનિકોની રજુઆતને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા આજે આ વિસ્તારમાં સફાઈ અભિયાન કરીને ન્યુસન્સ પોઇન્ટ દૂર કરવામાં આવ્યો હતો. વર્ષોની ગંદકી દૂર થતાં સ્થાનિકોએ રાહત અનુભવી છે. સ્વચ્છ મોરબી અભિયાન હેઠળ મોરબી નગરપાલિકા દ્વારા આજે શહેરના વોર્ડ નંબર-7માં આવેલ દાઉદી પ્લોટ શેરી નંબર-1 માં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સેનીટેશન ન્યુસન્સ પોઈન્ટને દુર કરી દેવામાં આવ્યો હતો. વર્ષોથી ખડકાયેલા ગંદકીના ગંજની સફાઈ કરીને આ વિસ્તારને ચોખ્ખોચણાક કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સેનીટેશન ન્યુસન્સ પોઈન્ટને દુર કરવા બાદ સ્થાનિક લોકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુધરાઈ સભ્ય અને મોરબી નગર પાલિકાના ચેરમેન કલ્પેશભાઈ ભૂપતભાઇ રવેશિયા તેમજ સાથી ચેરમેન આશિફભાઇ ઘાંચી તથા ગેરેજ વિભાગના ચેરમેન ભાવિકભાઈ જારિયા અને સેનીટેશન ઈન્સ્પેક્ટર ક્રુષણસિંહનો આભાર માન્યો હતો. દાઉદી પ્લોટમાં વર્ષોથી ખડકાયેલા ગંદકીના ગંજ દૂર કર્યા બાદ આ વિસ્તારમાં કાયમ સફાઈ રહે તે માટે સ્થાનિક લોકો પણ જાગૃત બનીને આજે પોતાના ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવશે. આથી આ સીસીટીવીમાં કોઈપણ વ્યક્તિ ગંદકી ફેલાવતા નજરે પડશે તો તેને સોશ્યલ મીડિયા ઉપર ખુલ્લા પાડીને પોલીસ ફરિયાદ સુધીના પણ.પગલાં લેવામાં આવશે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..