મોટર સાયકલ ઉપર દારૂની પેટી લઈને નિકળા અને ઝલાઈ ગયા વાંકાનેર : વાંકાનેરની પલાસ ચોકડી નજીક મેકડોવેલ નંબર વન દારૂની 12 બોટલ લઈને મોટર સાયકલ ઉપર નીકળેલા વિજય અને સંજયને પોલીસે દબોચી લીધા હતા. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર પોલીસે બાતમીને આધારે પલાસ ચોકડી નજીક વોચ ગોઠવી વિજય વિનુભાઇ અઘારા અને સંજય રામાભાઇ સારદીયા, રહે.કુંતલપુર (કાત્રોડી) તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાને મોટર સાયકલ ઉપર દારૂની હેરફેર કરતા ઝડપી લઈ બન્નેના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન બોટલ નંગ 12 કિંમત રૂપિયા 4500 તેમજ 15 હજારનું મોટર સાયકલ મળી કુલ રૂ.19,500નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહી.કલમ.૬૫(એ)(એ),૧૧૬(બી),૮૧,૯૮(ર) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..