હળવદ : હળવદ ત્રણ રસ્તા પાસે આવેલ નગર પાલીકાના બગીચામાથી અંદાજે 40થી 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ભરતભાઇ લાભુભાઇ લોદરીયા નામના યુવાને પોલીસને જાણ કરી છે. મૃતક અજાણ્યો પુરુષ મધ્યમ બાંધાનો,વાને- ઘઉ વર્ણ ચહેરો ગોળ ઉંચાઇ આશરે ૫ ફુટ માથાના વાળ ખરી ગયેલ છે, ચહેરાનો ભાગ ફુલી ગયેલ છે અને કાળો પડી ગયેલ છે.અને મોઢુ ફાટી ગયેલ છે અને લાશ કોહવાઇ ગયેલ છે આંખો દેખાતી નથી. ઉપરોક્ત વર્ણન વાળા પુરુષ અંગે કોઈને જાણકારી હોય તો હળવદ પોલીસ મથકે જાણ કરવા અપીલ કરવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..