મોરબી : મોરબીમાં નવરાત્રી મહોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ન્યુ ગાયત્રી ગરબી મંડળ આયોજિત પ્રાચીન ગરબીમાં અનેક બાળાઓ ગરબે ઘૂમી માતાની આરાધના કરે છે. મોરબીમાં ન્યુ ગાયત્રી ગરબી મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં 8 વર્ષથી 15 વર્ષ સુધીની વય ધરાવતી બાળાઓને ઢોલના તાલે અને લાઈવ ગરબા ગાઇને રાસ-ગરબા લેવડાવવામાં આવે છે. બાળાઓને દરરોજ લ્હાણી અને નાસ્તો દાતાઓ દ્વારા આપવામાં આવે છે. નવરાત્રીના નવેય દિવસ બાળાઓ દ્વારા અવનવા ગરબા અને નાટક રજૂ કરવામાં આવે છે. આઠમના દિવસે માતાજીની મહાઆરતી કરવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..