જિલ્લા કાનૂની સેવા સતા મંડળના માર્ગદર્શન હેઠળ આયોજન મોરબી : મોરબીમાં આંતરરાષ્ટ્રીય બાલીકા દિવસ નિમિત્તે યુ. એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે 'બેટી બચાવો, બેટી પઢાઓ' વિષય અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગત તા. 11ના રોજ આંતરરાષ્ટ્રીય બાલીકા દિવસના રોજ યુ. એન. મહેતા આર્ટસ કોલેજ, મોરબી મુકામે 'બેટી બચાવો, બેટી પઢાઓ' વિષય અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ હતું. જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષ એ. ડી. ઓઝાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ હતું. જેમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળના સચિવ આર. કે. પંડયા દ્વારા બાળકોના તથા મહિલાઓના હિતોના રક્ષણ બાબતે યોગ્ય જાગૃતિ લાવવા માટે પ્રવચન આપેલ હતુ. તદઉપરાત સિનીયર સિવીલ જજ વી. એલ. પરદેશી, એડિશનલ સિવીલ જજ કુમારી ચુનૌતી, મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર લખધીરકા મેડમ, યુ. એન. મહેતા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ ડો. કંઝારીયા, મહિલા બાળ વિકાસ અધિકારી શૈલેષભાઈ અંબાલીયા, સખી વન સ્ટોપ સેન્ટરના અધ્યક્ષ પ્રવિણાબેન પંડયા, પેનલ વકીલ ખુશ્બુબેન કોઠારીએ આ કાર્યક્રમ અંતર્ગત પ્રવચન આપેલ હતું. આ કાર્યક્મમાં યુ. એન. મહેતા આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો અને 'બેટી બચાઓ, બેટી પઢાઓ' કાર્યક્રમને સફ્ળ બનાવેલ હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..