મોરબીના સામાકાંઠે મારુતિ પ્લોટના રહીશોએ કર્યું સન્માન મોરબી : મોરબી ખાતે સો-ઓરડી વિસ્તારમાં આવેલ મારુતિ પ્લોટના રહીશોએ કાઉન્સીલર જસવંતીબેનના પતિ સુરેશભાઈ સિરોહિયાનું સન્માન કર્યું હતું. મોરબીમાં મારુતિ પ્લોટના રહીશોની ઘણા વર્ષોની માંગણી સંતોષાતા કાઉન્સિલર જસવંતીબેનના પતિ સુરેશભાઈ સિરોહિયાનું રહીશોએ ફુલહાર કરી સન્માન કર્યું હતું. મેલડી માતાના મંદિર પાસે ગરબી માટે બ્લોક લગાવી ગરબી ચોક બનાવી આપતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મારુતિ પ્લોટના રહીશો છેલ્લા કેટલાક વર્ષોથી મેલડી માતાના મંદિર ખાતે ગરબી ચોક બનાવવા રજુઆત કરતા હતા પરંતુ ચાર-પાંચ વર્ષો દરમિયાન કોઈએ ધ્યાન આપ્યું નહી. અંતે આ વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલર સુરેશભાઈ સિરોહિયાને રજુઆત કરતા તેઓ મંદિર પાસે ગરબીનો ઓટો બનાવી આપવા માટે સહમત થયા અને કામ કરાવવા માટે પાલિકામાં તેઓ જાતે રજુઆત કરવા લાગ્યા હતા. સુરેશભાઈની ટર્મ પુરી થઈ જતા કામ ફરી અટકી ગયું હતું અને ત્યારબાદ સુરેશભાઈના પત્ની જસવંતીબેન સિરોહિયા ચૂંટાઈ આવતા સુરેશભાઈએ ફરી આ કામ હાથ પર લીધું હતું. નાના-મોટા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરી આપનાર કાઉન્સિલરે પાલિકામાં પેવર બ્લોકનું કામ મંજુર કરવી કામ ચાલુ કરવી અને સતત તેના પર ધ્યાન રાખી કામ પૂર્ણ કરાવેલ હતું. આથી, મારુતિ પ્લોટના રહીશોની વર્ષો જૂની માંગણી સંતોષાતા રહીશોએ ખુશ થઈ ગરબી ચોકમાં જ કાઉન્સિલર જસવંતીબેનના પતિ સુરેશભાઈ સિરોહિયાનું ફુલહાર કરી સન્માન કર્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..