ગઈ કાલે મેગા વેકસીનેશન અભિયાન હેઠળ 19529 લોકોને વેકસીન અપાઈ મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે મંગળવારે 175 સ્થળો ઉપર વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે 18,190 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ કેમ્પમાં બાકી હોય તેવા નાગરિકોને વેકસીન લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરીને તેજ બનાવવામાં આવી છે. ગઈકાલે રવિવારના રોજ જિલ્લામાં વેકસીનની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 184 સ્થળોએ વેકસીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પમાં 45 પ્લસ 4244, 18થી 44 વર્ષના 15277 અને ખાનગી હોસ્પિટલમાં 9 લોકો મળી 19529 લોકોને વેકસીન આપવામાં આવી હતી. ત્યારબાદ હવે આવતીકાલે મંગળવારના રોજ 175 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે 18190 ડોઝ ફાળવવામાં આવ્યા છે.