મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમની રાજ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રામધન આશ્રમની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેઓએ માતા ઉમિયા, રામદેવ મહારાજ તેમજ આશ્રમના મહંત ભાવેશ્વરી માતાના આશીર્વાદ લીધા હતા તથા આ આશ્રમમાં ઉપસ્થિત લોકો સાથે નિખાલસતાથી વાતચીત કરી હોવાનું યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..