છેલ્લા પાંચ મહિનામાં કોરોનાથી એક પણ મોત નહિ શાળા, કોલેજ, જેલ, હોસ્પિટલ સહિતની જગ્યાઓમાં નિયમિત ટેસ્ટ સરેરાશ દરરોજ 1000 ટેસ્ટમાં બધા પરિણામ નેગેટિવ મોરબી : મોરબી જિલ્લામાં માટે મહત્વના ગુડ ન્યુઝ સામે આવ્યા છે. ખાસ કરીને કોરોના કાળ દરમિયાન કેસની વિકર્મી વણઝાર હતી અને મોત પણ સંખ્યાબંધ થયા હતા.ત્યારે હવે મોરબી જિલ્લો કોરોના મુક્ત બન્યો હોય એવું ચિત્ર સામે આવ્યું છે. મોરબી જિલ્લામાં હર્ડ ઇમ્યુનિટીએ કોરોના રાક્ષસનો વધ કર્યો હોય એમ છેલ્લા અઢી માસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી તેમજ કોરોના કાળમાં મોતના વિક્રમી આંકડા બાદ છેલ્લા પાંચ મહિનામાં કોરોનાથી એક પણ મોત થયા નથી. શાળા, કોલેજ, જેલ, હોસ્પિટલ સહિતની જગ્યાઓમાં નિયમિત ટેસ્ટ અને સરેરાશ દરરોજ 1000 ટેસ્ટમાં બધા પરિણામ નેગેટિવ આવ્યા છે. મોરબી જિલ્લામાં કોરોનાનો ઉત્પાત હવે નાશ પામ્યો છે. છેલ્લા 147 દિવસમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. જ્યારે 73 દિવસમાં કોરોનાના એકપણ કેસ નોંધાયા નથી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.એલ. વારેવડીયાએ જણાવ્યું હતું કે, હાલ દરરોજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 1 હજારથી 1200 ની આસપાસ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. પણ છેલ્લો કેસ ગત તા.30 જુલાઈના રોજ આવ્યો હતો અને છેલ્લે 17 મેં ના રોજ કોરોનાથી મોત નોંધાયું હતું. ત્યારબાદ એકપણ મોત થયું નથી તેમજ એકપણ કેસ પણ નોંધાયો નથી. મોરબીમાં કેસ ન નોંધાવા પાછળ હર્ડ ઇમ્યુનિટી કારણભૂત છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ મોરબી જિલ્લામાં ભલે કેસ નોંધાતા ન હોય પણ સાવચેતીને લઈને નિયમિત ટેસ્ટની કામગીરી ચાલુ જ છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં કે સીએચસી, પીએચસી, અર્બન સેન્ટરમાં શરદી ઉધરસ જેવા દર્દીઓના સેમ્પલ લેવામાં આવે છે. વેકસીન લેવા આવેલા શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના પણ ટેસ્ટ કરાઈ છે. ફિલ્ડમાં પણ જુદાજુદા સર્વેમાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે દોઢ બે માસ પહેલા શરૂ થયેલી સ્કૂલ કોલેજોમાં તેમજ જેલમાં રેડમલી સેમ્પલ લેવામાં આવે છે. 09 ઓક્ટોબર સુધીમાં સ્કૂલોમાં 8843 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 7923 આરટીપીસીઆર અને 920 એનટીજી ટેસ્ટ કરાયા છે. એમાંથી એકપણ પોઝિટિવ આવ્યો નથી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..