વાંકાનેર સીટી પોલીસે રાતીદેવડી નજીક વોચ ગોઠવી 1.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વાંકાનેર : મોરબી જિલ્લામાં વિદેશી અને દેશી દારૂ વેચવાની જાણે હરીફાઈ જામી હોય તેમ રોજેરોજ દેશી વિદેશી દારૂ મોટાપ્રમાણમાં ઝડપાઇ રહ્યો છે ત્યારે વાંકાનેર સીટી પોલીસે 600 લીટર દેશીદારૂ ભરેલી ઇકો કાર સાથે હરભજનસિંગ અને અકબરને રાતીદેવડી નજીકથી ઝડપી લઈ રૂ.1.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વાંકાનેર સીટી પીઆઇ બી.ડી જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન એ.એસ.આઈ હીરાભાઇ તેજાભાઈ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમારને સંયુકત બાતમી મળેલ કે એક સફેદ કલર નો ઇકો ગાડી નંબર GJ-16 CN1959 વાળી રાતિદેવળી ગામ બાજુથી વાકીયા જવાના રસ્તા દેશીદારૂનો મોટો જથ્થો લઇ નીકળનાર છે જે હકીકત આધારે પોલીસ સ્ટાફે વોચ ગોઠવી ઉપરોક્ત વર્ણન વાળી ઇકો કાર ઝડપી લીધી હતી. ઇકો કારમાંથી પોલીસને 24 પ્લાસ્ટીકના બાયકામાં દેશી દારૂ લી.600 કિંમત રૂ.12,000 તથા બે એન્ડ્રોઈડ મોબાઈલ કિંમત રૂ. 4000 મળી આવતા પોલીસ ટીમે એક ઇકો કાર નંબર GJ-16 CN-4959 કિંમત રૂ.1,20,000 સહિત કુલ કી.રૂ.1,36,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દેશી દારૂ ભરેલી કાર સાથે અકબરભાઈ હાસમભાઈ સમા, ઉવ-૩૪ ધંધો. મજુરી રહે. મોરબી લીલાપર રોડ પ્રધાન મંત્રી આવાસ કવાર્ટર નંબર- બી-૧/૨૦૨ તથા હરભજનસિંગ ધવલસિંગ ખીચી, ઉવ-૧૯ ધંધો મજુરી રહે. મોરબી વીશીપરા, હાઉસિંગ બાલાહનુમાન મંદીર પાસે વાળાને ઝડપી લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોસ્ટે માં પ્રોહી કલમ ૬૫એઇ,૯૮(૨),૮૧ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ કામગીરી પીઆઇ બી.ડી જાડેજા, એ.એસ.આઇ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ અરવિંદભાઈ ધીરજભાઈ, પો.કોન્સ શતિસિંહ જનકસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા તેમજ અજીતભાઈ ભુરાભાઈ સોલંકી વગેરે દ્વારા કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..