કારખાનામાંથી એસી ડ્રાઈવ ચોરી ભંગારમાં વેચી નાખતા હોય ત્રણ ભંગારના ધંધાર્થી પણ પોલીસ ગિરફતમાં મોરબી : મોરબીના જુદા - જુદા સિરામીક કારખાનાઓમાં કિંમતી ઇલેક્ટ્રિક એસી ડ્રાઇવ ચોરી કરી ભંગારમાં વેચી મારતી ગેંગને ઝડપી લેવામાં તાલુકા પોલીસને સફળતા મળી છે. પોલીસે પાંચ સભ્યોની આ ગેંગના કબ્જામાંથી રૂ.6 લાખથી વધુનો મૂળમાલ કબ્જે કર્યો છે. મોરબીના સિરામીક એકમોમાંથી ઇલેક્ટ્રિક એસી ડ્રાઇવની મોટાપ્રમાણમાં ચોરી થતી હોવાની ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસે આવી ચોરી કરતી ગેંગને ઝડપી લેવા બાતમીદારોને કામે લગાડતા ગઈકાલે આ ગેંગને રંગે હાથ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. તાલુકા પોલીસ ટીમે લગધીરપુર રોડ ઉપર કેનાલ નજીકથી ત્રણ શખ્સોને શંકાસ્પદ બાચકા સાથે ઝડપી લઈ તલાશી લઈ પૂછપરછ કરતા ઇલેક્ટ્રોનિક એસી ડ્રાઇવની ચોરીનો મોટો ભેદ ખુલ્યો હતો. પોલીસે ઇલેક્ટ્રોનિક એસી ડ્રાઇવ સાથે આરોપી જોગુભાઇ અકરમભાઇ બારીયા, ધંધો-મજુરી રહે-ચારોલી પાળા તા-જી-જાબુઆ, રાકેશભાઇ જાનુભાઇ ખોખર, ધંધો-મજુરી રહે-ખોખર ખાદન તા-થાદલા જી-જાબુઆ (એમ.પી), ઉપરાંત ભંગારના ધંધાર્થી ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા, રહે-ફુલગલી ખાટકીવાસ શકિત ચોક, જાવીદભાઇ ગનીભાઇ ઘોણીયા, રહે-કાલીકા પ્લોટ શેરી નંબર-૫ કોહીનુર કોલ્કની બાજુમાં અને મહમદઅલી ગુલામહુશેન કચ્છી, રહે-રણછોડનગર-૨ નવલખી ફાટક વાળાને ઝડપી લીધા હતા અને આરોપીઓએ ત્રણ બચકાં ભરેલ એસી ડ્રાઇવ હિમસન સીરામીકમાંથી ચોર્યાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપીઓના કબ્જામાંથી ઇલેકટ્રીક એ.સી ડ્રાઇવ નંગ-૧૦૩ કિંમત રૂપિયા 5,95,000 , હિરો હોન્ડા કંપનીનુ સ્પેલન્ડર મો.સા. નં-જી-જે-૧૩-૪-૧૩૮૧ કિં.રૂ.10,000 મળી કુલ મુદામાલ કિમત રૂ.6,05,000 સીઆરપીસી 102 મુજબ કબ્જે કરી પાંચેય આરોપીઓને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, એ.એસ.આઇ જે.પી.કણસાગરા, પો.હેડ.કોન્સ એન.જે.નિમાવત, સુરેશભાઇ લક્ષ્મણભાઇ હુંબલ, હરેશભાઇ ઇન્દુલાલ આગલ, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ.જયદીપભાઇ હર્ષદભાઇ પટેલ, પંકજભા પ્રવિણભા ગુઢડા, રવિરાજસિંહ દાજીરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિહ મહેન્દ્રસિંહ જાડેજા, શૈલેષભાઇ બાબુભાઇ પટેલ તથા વિજયભાઇ છગનભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..