મોરબીના સામાકાંઠે રામદેવ કારખાનાની બાજુમાં બનેલી ઘટના મોરબી : મોરબીના સામાકાંઠે રામદેવ કારખાનાની બાજુમાં ફોનમાં વાત કરતા યુવાનનને અજાણ્યા બુકાનીધારી શખ્સે છરી ઝીંકી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વરમાં આવેલ મચ્છુનગરમાં રહેતા અનીલભાઇ બચુભાઇ સોલંકી (ઉ.વ.૩૦) એ એક અજાણ્યો માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૮ ના રોજ પોણા એક વાગ્યા દરમિયાન મોરબી-ર રામદેવ કારખાનાની બાજુમાં ફરીયાદી પોતાના ફોનમાં વાત કરતા હતા. ત્યારે કોઇ અજાણ્યા માણસે મોઢે બાંધીને આવી પોતાના હાથમાં રહેલી છરી વડે મારવા જતા ફરીયાદી એ ડાબા હાથથી છરી પકડી લેતા ફરીયાદીને ડાબા હાથની છેલ્લી ત્રણેય આંગળીઓમાં ઇજા પહોંચાડી અજાણ્યો માણસ નાસી ગયેલ હોય ફરીયાદીને ડાબા હાથની છેલ્લી આંગળીમાં ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..