મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા કન્યાપૂજન સાથે નિઃશુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ તથા નિદાન કેમ્પ યોજાયો હતો. ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા નવરાત્રીના પાવન પર્વની વિશિષ્ટ ઉજવણી નિમિત્તે નાની વાવડી ગામે તાલુકા કન્યા શાળામાં બહેનો માટે નિ:શુલ્ક હિમોગ્લોબિન ચેકઅપ, નિદાન તથા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મોરબીના જાણતા સ્ત્રી રોગ નિષ્ણાત ડો. હિનાબેન મોરી દ્વારા જીવનમાં વિવિધ પ્રકારના આહારનું મહત્વ તથા કુપોષણથી બચવાના વિવિધ ધરગથ્થું ઉપચારની માહિતી આપી હતી. ડો. જયેશભાઈ પનારા, દિનેશભાઈ ગઢીયા તથા ટીમે હિમોગ્લોબિન ચેક કરી બહેનોને જરુરી માર્ગદર્શન તથા દવાઓ વિતરણ કરી હતી તથા ઉપસ્થિત તમામને પ્રોટીન તથા લોહતત્વથી સભર પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કન્યા પૂજન સાથે દરેક દિકરીને ભારતના એક મહાપુરુષની એક પુસ્તક ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય રમાબેન રુપાલા, સરપંચ જયંતિભાઈ પડસુંબિયા, ભારત વિકાસ પરિષદ મોરબીના સ્થાપક પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, વર્તમાન પ્રમુખ ડો. જયેશભાઈ પનારા, મંત્રી અશ્વિનભાઈ રાઠોડ, સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, મહિલા સંયોજીકા કાજલબેન ત્રિવેદી, મહિલા સહસંયોજીકા કુસુમબેન બોપલીયા, દર્શનાબેન ભટ્ટ, અલ્પાબેન મારવણીયા, દર્શનાબેન પરમાર, દેવાંશીબેન આડેસરા, કાર્યક્રમ સંયોજક વિનુભાઈ મકવાણા, ધૃમીલભાઈ આડેસરા, હિંમતભાઈ મારવણીયા, નલિનભાઈ ભટ્ટ, પ્રદિપભાઈ જોશી સહિતનાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સંપૂર્ણ કાર્યક્રમને વોલસેરા સિરામિકસના દિવ્યકાંતભાઈ પડસુંબિયાએ આર્થિક યોગદાન આપી દિપાવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..