હળવદ પોલીસ સ્ટેશન અને સીટી એ ડિવિઝનમાં ડી સ્ટાફ સહિતની સામુહિક બદલીથી સન્નાટો કેટલાક પોલીસ કર્મચારીઓની આગાઉ બદલી બાદ પણ છુટા ન કરાતા તાત્કાલિક છુટા કરવા આદેશ મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા ગઈકાલે પીઆઇ, પીએસઆઇની સામુહિક બદલી બાદ પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે જેમાં હળવદમાં આઠ અને મોરબી સીટી એ ડિવિઝનમાં ડી સ્ટાફ સહિતનો ઘાણવો નીકળી જતા પોલીસ બેડામાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે. મોરબીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી સ્થિતિ વચ્ચે રેન્જ આઈજીની મોરબી જિલ્લાની મુલાકાત બાદ પીઆઇ, પીએસાઈની આંતરિક ફેરબદલ બાદ જિલ્લા પોલીસવડાએ પોલીસ મથકમાં મહત્વની જવાબદારી નિભાવતા અને સારી કામગીરી કરતા ડી સ્ટાફથી લઈ અન્ય કર્મીઓનો સામુહિક બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ઝાપડીયા, સુરેશકુમાર ટાપરિયા અને કિશોરભાઈ પારધીની મોરબી સીટી એ ડિવિઝન, પોલીસ કોન્સ્ટેબલ યોગેશદાન ટાપરિયાની વાંકાનેર તાલુકા, એલઆર મુમાભાઈ ક્લોતરાની ટંકારા, હેડ કોન્સ્ટેબલ ગિરીશકુમાર ટાપરિયાની વાંકાનેર સીટી, કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ઝાલાને વાંકાનેર તાલુકા, ચંદુલાલ ઈંદરિયાની ટંકારા બદલી કરાતા હળવદ પોલીસ મથકમાં ધરમૂળથી ફેરફાર થયા છે. આ ઉપરાંત મોરબી સીટી એ ડિવિઝન હેડકોન્સ્ટેબલ સંજયભાઈ બાલાસરા, ભાનુભાઈ બાલાસરા અને સમરથસિંહ ઝાલાને માળીયા મિયાણા, ભરતભાઇ હૂંબલની વાંકાનેર તાલુકા, સીટી બી ડિવિઝનના રાજેશભાઇ ડાંગર અને પ્રકાશભાઈ ડાંગરની ટંકારા, ગોરધનભાઈ રાઠોડની વાંકાનેર સીટી અને મોરબી તાલુકામાં ફરજ બજાવતા સંજયભાઈ લકુમની સીટી બી ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત આગાઉ બદલી થવા છતાં છુટા કરવામાં ન આવેલ સીટી એ ડિવિઝનનના મહેન્દ્રસિંહ ઝાલાને સીટી બી ડિવિઝનમાં તાત્કાલિક હાજર થવા, એ જ રીતે કિશોરભાઈ મિયાત્રાને વાંકાનેર તાલુકાને હાજર થવા ફરમાન કરાયું છે.