મોરબી : જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાના બનાવો સામે આવી રહ્યા છે. નિર્દોષ પર આંતકી હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે કાશ્મીર આતંકી હુમલાના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ ગૌરક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં નહેરુ ગેઇટ ચોક ખાતે પાકિસ્તાન અને આંતકવાદના પૂતળાનું દહન કરીને આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.