મોરબી સીટી'એ' ડીવીઝનમાં નવા પીઆઇ આવતા જ સપાટો મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નવા પીઆઇ આવતા જ સપાટો બોલાવી કબીર ટેકરી વિસ્તારમાંથી સેમી ઓટોમેટિક પિસ્તોલ સાથે અસલમ ઉર્ફે બકરી નામના શખ્સને દબોચી લઈ કડક અધિકારી તરીકેનો સંદેશ આપ્યો છે. મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ તરીકે ચાર્જ સાંભળતા સાથે જ ગુન્હેગારોને કડક સંદેશો મળે તેવી કામગીરી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ છે. પીએસઆઇ એસ.એમ.રાણા તથા નગર દરવાજા બીટના સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા ત્યારે પો.કોન્સ. સિધ્ધરાજભાઈ કાનજીભાઈ લોખીલ અરવિંદભાઈ ધીરુભાઈ ગરૈયાને મળેલી બાતમીને આધારે કબીર ટેકરી શેરી નં.ર ના નાકા પાસેથી અસલમ ઉર્ફે બકરી હુસેનભાઈ કુરેશી, ઉ.વ.૨૮ને દબોચી લઈ પેન્ટનાં નેફામાં ચેક કરતા સેમી ઓટોમેટીક પીસ્ટલ મળી આવી હતી. પોલીસે આરોપી અસલમ ઉર્ફે બકરી પાસેથી રૂ. 10 હજારની કિંમતની પિસ્તોલ કબજે કરી આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ એસ.એમ.રાણા, એ.એસ.આઈ. જે.એ.ઝાલા, પો.કોન્સ અરવિંદભાઈ ગરૈયા, સિધ્ધરાજભાઈ લોખીલ, સંજયભાઇ બાલાસરા અને સમરતસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.