મોરબી : ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે મોરબીના ઉદ્યોગપતિ અને અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદાર રત્ન અને પાટીદાર મહાપદ્મ તથા મહિલા સશક્તિકરણની મીશાલ એવા જયશુખભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની મૃદુલાબેન તરફથી ઉમિયા માતાજીના મંદિરમાં આરતી તેમજ ધજા રોહણનો શુભ કાર્યક્રમ યોજાયેલ હતો. પાટીદાર સમાજના અસ્થાના પ્રતિક સમાન સિદસર ઉમિયાધામ ખાતે છેલ્લા બે વર્ષમાં સીદસર ખાતે માતાજી પવિત્ર સંસ્થાનમાં રૂપિયા ૧૫થી ૨૦ કરોડ જેટલો ખર્ચ કરીને મંદિરની ભવ્યતામાં અલૌકિક વધારો કરવામાં આવેલ છે નવરાત્રીના પાવન અવસરે અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલે પરિવાર સહિત મા ઉમિયાના ચરણોમાં પૂજન અર્ચન સહિતની વિધિનો લ્હાવો લીધો હતો. અહીં મંદિર પરિસરની ભવ્યતા અને શોભામાં વધારો કરવા માટે રિવરફ્રન્ટ, ગાર્ડન, શોપિંગ મોલ, પાર્કિંગ જેવા અદભુત ડેવલોપમેન્ટના કાર્યો કરવામાં આવેલ છે અને જગ જનની માં ઉમિયા માતાજીની શોભામાં અભિવૃદ્ધિ કરેલ છે. આ શુભ પ્રસંગે જયશુખભાઈ પટેલ સાથે ભાલોડીયા પરિવારના જેઠાભાઈ, વસંતભાઈ, રાધવજીભાઈ, રમેશભાઈ, અંબારામભાઈ સહિત સંપૂર્ણ ભાલોડીયા પરિવારે હાજરી આપેલ હતી તથા મિત્ર મંડળના કરસનભાઈ આદ્રોજા તથા દિનેશભાઈ મારડિયા પરિવાર સહિતના સભ્યો આ પવિત્ર પ્રસંગમાં હાજરી આપેલ હતી. તેમજ માતાજી મંદિરના ટ્રસ્ટી બાબુભાઈ ઘોડાસરા, જેરામભાઈ, જયેશભાઈ પટેલ, ચીમનભાઈ સાપરિયા જેવા ઘણા ટ્રસ્ટીગણો પણ હાજર રહેલ હતા. પાટીદાર રત્ન અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયશુખભાઈ પટેલ દ્વારા સમસ્ત કડવા પાટીદાર સમાજને આ તકે, હાર્દિક અપીલ કરવામાં આવેલ કે નવરાત્રિના શુભ પ્રસંગે અથવા અનુકૂળ સમયે સિદસર ખાતે જગ જનની માં ઉમિયાના આશીર્વાદ લેવા અવશ્ય પધારે.