મોરબી : મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ગૌરક્ષક અને બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આજે પૂતળા દહન કરી પાકિસ્તાન તથા આતંકવાદના વિરોધમાં પ્રદર્શન કરાશે. કાશ્મીરમાં એક વખત ફરીથી 1990 જે બનાવો બનેલા છે જેવા કે હિંદુ ભાઈઓને હેરાનગતિ થાય અને તેને પકડીને મારવામાં આવતા અને મારી નાખવામાં આવતા. આ બધું ભારતની સીમાઓની બહાર પાકિસ્તાન દ્વારા કરાવવામાં આવતું. હવે જમ્મુ કાશ્મીર 370 અને 35A નાબૂદ થઇ ગયા પછી અફઘાનિસ્તાન અને તાલિબાનના કારણે આતંકવાદ પ્રવૃત્તિ એકાએક વધી રહી છે. ત્યારે બજરંગ દળ કાશ્મીરના હિન્દુ સમાજના ભાઈઓ સાથે પૂરી શક્તિ સાથે ઉભા છે. હિન્દુઓ પર લગાતાર થયેલા હુમલાનો વિરોધ કરવા બજરંગ દળ દ્વારા આજે સાંજે 7:00 વાગ્યે નેહરુ ગેટ ચોક (નગર દરવાજો) ખાતે પાકિસ્તાન તથા આતંકવાદના પૂતળાનું દહન કરશે અને કાશ્મીરમાં રહેલા હિંદુ ભાઈઓની સાથે આખો દેશ છે એવો સંદેશ આપશે. આ કાર્યક્રમમાં તમામ કાર્યકર્તાઓ અને અધિકારીઓએ હાજર રહેવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..